Back
Home » ટોપ
Rape Case: કેમ વધી રહ્યા છે બળાત્કારના કેસ?
Oneindia | 12th Jul, 2018 01:43 PM
 • વધી રહ્યા છે મહિલાઓ પ્રત્યે ગુના

  કાલ સુધી મહિલાઓ અને યુવતીઓને શિકાર બનાવનાર આજે પાંચ-છ વર્ષની બાળકીઓને પણ છોડતા નથી. આંકડા દર્શાવે છે કે 2016 માં પોક્સો એક્ટ હેઠળ 2016 માં નાની બાળકીઓ સાથે બળાત્કારના 64,138 કેસ નોંધાયા હતા. હાલની જ વાત કરીએ તો સુરત, કઠુઆ, ઉન્નાવ, મંદસૌર, સતના. આનાથી પણ વધુ ચિંતાજનક વાત એ છે કે આજે આપણા સમાજમાં વાત માત્ર બાળકીઓ અથવા મહિલાઓ સાથે થતા ગુનાની નથી, વાત આ બદલતા પરિવેશમાં ગુનામાં લિપ્ત થતા જઈ રહેલા આપણા બાળકોની છે અને વાત આ ગુના પ્રત્યે સંવેદનશૂન્ય થતા એક સમાજ રૂપે આપણી પોતાની પણ છે.


 • કાયદાનો દુરુપયોગ

  એવા અનેક કેસ સામે આવે છે જેમાં મહિલાઓ પૈસાની લાલચમાં અથવા પોતાનો કોઈ અન્ય સ્વાર્થ સિદ્ધ કરવા માટે કાયદાનો દુરુપયોગ કરીને પુરુષોને ખોટા આરોપોમાં ફસાવે છે. હમણા હાલની જ એક ઘટનામાં ભોપાલમાં એક યુવતી દ્વારા હેરાન કરવા પર એક મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા યુવક યશ પેઠે દ્વારા આત્મહત્યા કરવાનો કેસ સામે આવ્યો છે. તે યુવતી ડ્રગ્સની બંધાણી હતી અને યુવકો સાથે દોસ્તી કરીને તેમના પર પૈસા આપવાનું દબાણ કરતી હતી.


 • ગુનાનો વધી રહ્યો છે ગ્રાફ

  કાલ સુધી ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળા, ગુનાની આદત ધરાવતા લોકો જ ગુના કરતા હતા પરંતુ આજકાલ આપણા આ તથાકથિત સભ્ય સમાજમાં ભણેલા ગણેલા લોકો અને સારા ઘરના બાળકો પણ ગુનામાં શામેલ હોય છે. એવુ નથી કે અશિક્ષણ, અજ્ઞાનતા, ગરીબી કે મજબૂરીના કારણે આજે આપણા સમાજમાં ગુનાખોરી વધી રહી હોય. આજે માત્ર એડવેન્ચર કે નશાની લત પણ આપણા નાના બાળકોને ગુનાહિત દુનિયામાં ખેંચી રહી છે. એટલા માટે વાત આજે એક માનવ રૂપે બીજા માનવ સાથે આપણા ઘટી રહેલા આચરણની છે, આપણી નૈતિકતાના પતનની છે, વ્યક્તિત્વના ઘટેલા સ્તરની છે, મૃત થઈ રહેલી સંવેદનાઓની છે, લુપ્ત થઈ રહેલા મૂલ્યોની છે, આધુનિકતાની આડમાં સંસ્કારહીન થઈ રહેલા યુવાનોની છે, સ્વાર્થી બનતા જતા આપણા એ સમાજની છે જે પીડા પ્રત્યે સંવદનહીન થઈ રહ્યો છે. વાત યોગ્ય અને અયોગ્યની છે, વાત સારા અને ખરાબની છે અને વાત આપણી બધાની પોતપોતાની વ્યક્તિગત જવાબદારીઓથી બચવાની છે.


 • વ્યક્તિગત જવાબદારીઓને બનાવો સામૂહિક જવાબદારીઓ

  એક મા તરીકે, એક પિતા તરીકે, એક ગુરુ તરીકે, એક દોસ્ત તરીકે, એક સમાજ તરીકે. વાત પોતાની વ્યક્તિગત જવાબદારીઓને સામૂહિક જવાબદારી બનાવીને સરળતાથી બીજા પર નાખી દેવાની છે. ક્યારેક સરકાર પર તો ક્યારેક કાયદા પર. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે સરકાર કાયદાથી બંધાયેલ છે, કાયદાની આંખો પર પટ્ટી બાંધેલી છે અને આપણે પોતાની આંખો પર પટ્ટી બાંધી દીધી છે. હવે આપણે જાગવુ જ પડશે, આપણી ભાવિ પેઢીઓ માટે, આ સમાજ માટે, સંપૂર્ણ માનવતા માટે, આપણા બાળકોના સુંદર ભવિષ્ય માટે. આપણે સૌએ પોતપોતાની જવાબદારીઓ નિભાવવી પડશે એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે.

  જરૂર છે ફરીથી માનવ બનવાની અને આની શરૂઆત આપણે આપણા ઘરથી કરવી પડશે, તેમનો સારી રીતે ઉછેર કરીને, સારા સંસ્કાર આપીને, તેમનામાં સંવેદનશીલતા, ત્યાગ અને સમર્પણની ભાવનાના બીજ રોપીને, માનવતાના ગુણ જગાવીને કારણકે આ લડાઈ છે સારા અને ખરાબની, યોગ્ય અને અયોગ્યની. આજે આપણે વિજ્ઞાનના સહારે મશીનો અને રોબોટના યુગમાં જીવતા જીવતા પોતે પણ થોડા મશીન જેવા બની રહ્યા છે. ટીવી, ઈન્ટરનેટની વર્ચ્યુઅલ દુનિયામાં જીવતા આપણે પણ થોડા વર્ચ્યુઅલ થઈ ગયા છે. આજે જરૂર છે ફરીથી માનવ બનવાની અને માનવતા જગાવવાની.
ઉચ્ચ ન્યાયાલયે 9 જુલાઈ 2018 ના રોજ પોતાના લેટેસ્ટ ચૂકાદામાં 16 ડિસેમ્બર 2012 ના નિર્ભયા કાંડના દોષિતોની ફાંસીની સજા યથાવત રાખીને તેમને આજીવન કેદમાં બદલવાની તેમની અપીલ ફગાવી દીધી છે. દિલ્હીનો નિર્ભયા કાંડ દેશનો એ કાંડ હતો જેણે આખા દેશને હલાવી દીધો હતો. દેશના દરેક ખૂણેથી નિર્ભયા માટે ન્યાય અને આરોપીઓને ફાંસી આપવા માટે અવાજો બુલંદ થયા હતા. હેતુ માત્ર એ જ હતો કે આ પ્રકારના ગુના કરતા પહેલા ગુનેગાર સો વાર વિચારે. પરંતુ આજે છ વર્ષ પછી પણ આ પ્રકારના ગુના અને તેમાં કરાતી ક્રૂરતા સતત વધી જ રહી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અનુસાર વર્ષ 2015 માં બળાત્કારના 34651, 2016 માં 38947 કેસ નોંધાયા હતા. 2013 માં આ સંખ્યા 25923 હતી.