Back
Home » ટોપ
Video: દિલ્હીમાં ચોરોએ ચોરી પહેલા કર્યો મિથુન ડાન્સ
Oneindia | 12th Jul, 2018 02:23 PM

રાજધાની દિલ્હીમાં ચોરોમાં કોઈ જ વાતનો ભય નથી. આ વાતનો અંદાઝો આ બાબતથી લગાવી શકાય છે કે ચોર એક દુકાનમાં ચોરી કરવા માટે આવે છે અને સીસીટીવી કેમેરા સામે ડાન્સ કરે છે. દિલ્હીમાં નોવેલ્ટી સિનેમા પાસે કંઈક આવું જ દ્રશ્ય જોવા મળ્યું જયારે ચોર ચોરી કરતા પહેલા સીસીટીવી કેમેરા સામે મિથુન સ્ટાઈલમાં ડાન્સ કરવા લાગ્યો.

સામે આવેલા સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે એક ચોર ગલીમાં દાખલ થાય છે અને મોઢા પર રૂમાલ બાંધીને ડાન્સ કરવાનું ચાલુ કરી દે છે. ત્યારપછી ગલીમાં બીજા બે લોકો પણ મોઢા પર રૂમાલ બાંધીને દાખલ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો મંગળવારનો છે.

ત્યારપછી પોતાના સાથીઓ સાથે મળીને તેને ગલીની ચાર દુકાનોના શટલ ઉખાડી નાખ્યા. ગલીમાં ચાલતા ચાલતા પણ તેઓ જુમી રહ્યા હતા. તેમને દુકાનોના શટલ એટલી સરળતાથી ઉખાડી નાખ્યા જાણે તેમના માટે કોઈ રમત હોય. શટર વચ્ચે તેઓ કોઈ ઔઝાર ફસાવી નાખતા ત્યારપછી તેઓ બધા ભેગા મળીને શટલ ઉઠાવી નાખતા. બીજા દિવસે સવારે જયારે દુકાનના માલિકોએ દુકાનની હાલત જોઈ અને પછી તેમને સીસીટીવી ફૂટેજ જોઈ ત્યારે તેઓ હેરાન થઇ ગયા.