Back
Home » ટોપ
‘હું ભરોસો અપાવુ છુ કે તાજમહેલને કોઈ ખતરો નથી': કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા
Oneindia | 12th Jul, 2018 03:18 PM

તાજમહેલ આસપાસ પ્રદૂષણના મુદ્દે બુધવારે સુપ્રિમ કોર્ટની ફટકારના એક દિવસ બાદ કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ આના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ છે કે હું ભરોસો અપાવુ છુ કે તાજમહેલના ઢાંચાને કોઈ ખતરો નથી અને તેના વાસ્તવિક રંગમાં કોઈ બદલાવ નથી થયો. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે અમે આ અંગે સુપ્રિમ કોર્ટમાં એક એફિડેવિટ ફાઈલ કરાવીશુ. તેમણે આ વાતો દિલ્હીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) ના નવા મુખ્યાલયના ઉદઘાટન કાર્યક્રમ બાદ કહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ગુરુવારે નવા એએસઆઈ મુખ્યાલયનું ઉદઘાટન કર્યુ.

એએસઆઈના નવા મુખ્યાલયના ઉદઘાટન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આપણને ભારતના સમૃદ્ધ ઈતિહાસ પર ગર્વ હોવો જોઈએ. અફસોસની વાત છે, દેશ એક એવા વિચારમાં ગૂંચવાઈ ગયો છે જે તેના વારસાની પ્રશંસા નથી કરતો. જ્યાં સુધી આપણે આપણા વારસા પર ગર્વ નહિ અનુભવીએ આપણે તેને સુરક્ષિત નહિ કરી શકીએ. જ્યાં સુધી આપણે તેની પ્રશંસા કરવાની કોશિશ નહિ કરીએ ત્યાં સુધી આપણો વારસો પત્થરના એક ટુકડાની જેમ રહેશે.

આ કાર્યક્રમમાં બોલતા કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી મહેશ શર્માએ કહ્યુ કે હું બધાને ભરોસો અપાવુ છુ કે તાજમહેલના ઢાંચાને કોઈ ખતરો નથી અને આના વાસ્તવિક રંગમાં કોઈ બદલાવ થયો નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે અમે આ અંગે સુપ્રિમ કોર્ટમાં એક એફિડેવિટ ફાઈલ કરાવીશુ. તમને જણાવી દઈએ કે તાજમહેલ આસપાસ પ્રદૂષણના મુદ્દે બુધવારે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યુ કે તાજમહેલને સંરક્ષણ આપો અથવા તેને ધ્વસ્ત કરી દો. સરકાર તાજમહેલ અંગે ગંભીર નથી અને તેને તેની દરકાર પણ નથી. સરકારે તાજ અંગે બેદરકારી દાખવી છે.