Back
Home » ટોપ
Video: સળગતું સિલિન્ડર લઈને મહિલા પાછળ દોડ્યો યુવક
Oneindia | 12th Jul, 2018 05:23 PM

અલાહાબાદના કીડગંજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયી છે, જેમાં એક યુવક સળગતું ગેસ સિલિન્ડર લઈને મહિલા પાછળ દોડે છે. યુવકે મહિલાને સળગાવી નાખવાની ધમકી પણ આપી. મહિલાએ ગમે તેમ કરીને ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે એક મકાનના માલિકીના હક અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ ઘટના 9 જુલાઈની જણાવવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પછી પોલીસે આ મામલે જાંચ કરવામાં જોડાઈ ગયી છે.

શુ દેખાઈ રહ્યું છે વીડિયોમાં

સીસીટીવી ફૂટેઝ બે કેમેરા એંગલ ઘ્વારા શૂટ કરવામાં આવ્યો છે. જેમાં પહેલા કેમેરામાં એક યુવક સળગતું સિલિન્ડર હાથમાં ઉઠાવીને ગલીમાં આવતો દેખાઈ રહ્યો છે. યુવકનું આ રૂપ જોઈને લોકો પોતાના ઘરમાં ભરાવા લાગે છે જયારે બીજે કેમેરામાં યુવક સ્કુટી પાસે ઉભેલી યુવતી સામે આવે છે અને તેની ઉપર હુમલો કરતો દેખાઈ રહ્યો છે. પરંતુ યુવતી યુવકનો ઈરાદો સમજી જાય છે અને ગલીમાં ભાગી નીકળે છે. યુવક સળગતું સિલિન્ડર નીચે મૂકી દે છે અને તેની આગ ઓલવી નાખે છે.

વિવાદ ઘણો જૂનો છે

આખો મામલો અલાહાબાદના કીડગંજ વિસ્તારનો છે. પોલીસ અનુસાર આ વિવાદ ખુબ જ જૂનો છે અને અવારનવાર બંને પક્ષોમાં ગાળાગાળી અને હંગામો થતો જ રહે છે. મહિલાએ જણાવ્યું કે તે એકલી રહે છે અને આફતાબ નામનો યુવક જબરજસ્તી તેના ઘર પર કબ્જો કરવા માંગે છે. થોડા દિવસ પહેલા જ મામલો વધવા પર મહિલાએ પોલીસમાં તેના વિશે ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારે પોલીસે સુલેહ કરાવીને તેમને શાંત કરી દીધા. પરંતુ થોડા દિવસ પછી બંને પક્ષોમાં ફરી વિવાદ થઇ ગયો વિવાદ એટલો બધો વધી ગયો કે ગુસ્સામાં યુવક સળગતું સિલિન્ડર લઈને મહિલા પાછળ દોડ્યો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ચુકી છે.