Back
Home » ટોપ
આ રાશિના લોકો હોય છે ખાઉધરા!
Oneindia | 9th Nov, 2018 11:20 AM
 • મેષ

  આ રાશિના જાતકો જ્યારે ગુસ્સામાં હોય ત્યારે તેમને ખાવું ગમે છે. અને જ્યારે ખુશ હોય ત્યારે પણ. જ્યારે તેઓ નિરાશ હોય ત્યારે તેઓ ગુસ્સે થઈને ફટાફટ જમવા લાગે છે. જો કે તેઓ વધુ નથી ખાતા, બસ પોતાની લાગણીથી બચવાની આ તેમની રીત છે. સામાન્ય રીતે જ્યારે તેમને જમવું હોય ત્યારે તેઓ બધું જ ભૂલી જાય છે, અને ક્યારેય વિચિત્ર હરકતો પણ કરે છે. આ રાશિના લોકોને નવા વ્યંજનો ચાખવા ખૂબ ગમે છે.


 • તુલા

  તુલા રાશિના જાતકોને અડધી રાત્રે ભૂખ લાગે છે. જો અડધી રાત્રે તેઓ ઉઠે તો તેમને કંઈનું કંઈ ખાવા જરૂર જોઈએ છે. મોટા ભાગે અડધી રાત્રે આ રાશિના લોકોને નાસ્તો કરવો ગમે છે. તેમે ગળ્યું ભાવે છે સાથે સાથે ચટાકેદાર ખાવાના પણ તેઓ શોખીન હોય છે. પરંતુ તેમની સૌથી મોટી નબળાઈ છે નાસ્તો. જો કે તુલા રાશિના જાતકોને વ્યવસ્થિત રહેવું પસંદ છે, એટલે તેઓ ખાવામાં સમય નથી જોતા. તેમને જો કંઈક ખાવાની ઈચ્છા છે તો તેઓ જરૂર ખાશે, ભલે ટાઈમ ગમે તે થયો હોય .


 • વૃષભ

  આ રાશિના લોકોને એવા લોકો પસંદ નથી જે તેમને ખાવા વિશે ન પૂછે. એટલું જ નહીં. વૃષભ રાશિના જાતકોને પોતાની મમ્મી કે પત્નીના હાથનું ઘરે બનેલું મસાલેદાર ભોજન ગમે છે. તેમના નખરા એટલા હોય છે કે જો રસોઈઓ રાખ્યો હોય તો તે પણ પરેશાન થઈને નોકરી છોડી દે. બીજી તરફ તેઓ જે ખાય છે તે ન ભાવે તો તેમને ભોજન બદરબાદ થવાનો પસ્તાવો થાય છે.


 • મીન

  આ રાશિના જાતકો ખુલીને કોઈની સામે ભોજન પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત નથી કરતા. તેમની પાસે પસંદગીની વાનગીઓનું લાંબુ લિસ્ટ હોય છે. આ રાશિના જાતકોને ભોજન એ અહેસાસ અપાવે છે કે તેમને લાઈફ પ્રત્યે પ્રેમ છે. જો તમે આ રાશિના લોકોને નવા વ્યંજન વિશે પૂછશો તો તેમને આ વાત ગમે છે. તેઓ સ્ટ્રીટ ફૂડના શોખીન હોય છે. જો તેમના લિસ્ટમાં જંકફૂડ સામેલ હોય તો ચોંકશો નહીં.


 • સિંહ

  સિંહ રાશિના જાતકો સારા ભોજનના શોખીન હોય છે. તેમને ખાતા સમયે કંપની જોઈએ છીએ. જો કે તેમને રાંધવું ગમતું નથી. પરંતુ જ્યારે જ્યારે વાત પરિવાર અે મિત્રોની હોય તો તેમને રસોઈ બનાવવી ગમે છે.
સારુ ખાવાનું તો બધાને જ ગમે છે, પરંતુ આ મામલે દરેકની પસંદ જુદી જુદી હોય છે. કેટલાક લોકો એવા હોય છે જેમને કોની સાથે બહાર જવું તેમાં જ રસ હોય, કેટલાક લોકોને બહાર જઈશું તો શું શું ખાઈશું એમાં રસ હોય.

કેટલાક લોકોને ખાવાનું ગમે છે, તો કેટલાક લોકો ખાવાના શોખીન હોય છે, પણ કેટલાક લોકો આ બધાથઈ ઉપર હોય છે. શું તમે જાણો છો કે આ બધું પણ તમારી રાશિ સાથે જોડાયેલું છે.

આ પણ વાંચો: આ 4 રાશિના લોકો પર રહે છે માઁ લક્ષ્મી મહેરબાન, નથી હોતો તેમની પાસે ધનનો અભાવ

અમે તમને એ રાશિ વિશે જણાવીશું જે લોકો ખાવામાં નંબર વન હોય છે. તમે તેમને ખાવાના શોખીન કહો કે ખાઉધરા એ તમે નક્કી કરો. ચાલો જાણીએ આ રાશિ વિશે.