Back
Home » ટોપ
Cyclone Vayu Live: ગુજરાતમાં 170 કિલોમીટર ઝડપે અથડાશે વાયુ તોફાન
Oneindia | 12th Jun, 2019 04:03 PM

ભારતીય હવામાન વિભાગ અનુસાર ચક્રવાતી તોફાન વાયુ ઉત્તર પશ્ચિમ તરફથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની આશંકા છે. એટલા માટે ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ચક્રવાતી તોફાનની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે. એટલા માટે મુંબઈમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તોફાન સાથે તેઝ હવાઓ સાથે વરસાદ થવાની આશંકા છે. રાજકોટ કમિશ્નરે 13 અને 14 જૂને બધી જ સ્કૂલ અને કોલેજોમાં રજાની જાહેરાત કરી દીધી છે. અમરેલી કલેક્ટરે તોફાનને ધ્યાનમાં રાખીને બધા જ કર્મચારીઓની રજાઓ કેન્સલ કરી દીધી છે.