Back
Home » ટોપ
'Super 30'ના અસલી હીરો આનંદ કુમારને બ્રેઈન ટ્યુમર, બાયોપિક માટે કહી આ વાત
Oneindia | 11th Jul, 2019 01:20 PM
 • આનંદ કુમારે પોતે પોતાની બિમારીનો કર્યો ખુલાસો

  આનંદ કુમારે પોતે પોતાની બિમારીનો ખુલાસો એક ઈન્ટરવ્યુમાં કર્યો છે. તેમણે કહ્યુ કે અમુક સમય પહેલા મને સાંભળવામાં મુશ્કેલી થઈ રહી હતી. પહેલા તો મને લાગ્યુ કે નાની મોટી મુશ્કેલી છે કે જે સરખી થઈ જશે પરંતુ મુશ્કેલી વધી ગઈ તો મે ડૉક્ટર પાસે તપાસ કરાવી ત્યારે માલુમ પડ્યુ કે બિમારી કાનમાં નહિ પરંતુ દિમાગમાં છે. હું એક ગંભીર બિમારીનો શિકાર છુ, જે નર્વ કાનમાં બ્રેઈન સાથે જોડાય છે ત્યાં ટ્યુમર છે, હાલમાં મારો ઈલાજ ચાલી રહ્યો છે.


 • બાયોપિક વિશે કહી ઈમોશનલ વાત

  ઈન્ટરવ્યુમાં ભાવુક થઈને આનંદે કહ્યુ કે એટલા માટે મે મારી બાયોપિક માટે હા કહી હતી. આનંદે કહ્યુ કે હું ઈચ્છતો હતોકે હું મારા જીવતા જીવ પોતાની જર્ની પડદા પર જોઉ અને એટલા માટે ફિલ્મ માટે હા કહી દીધી. આનંદે અભિનેતા ઋતિકના કામની પ્રશંસા કરીને કહ્યુ કે તે ઉત્કૃષ્ટ સ્ટાર છે.

  બિહારની સુપર 30 કોચિંગના સંસ્થાપક આનંદ કુમાર

  ઉલ્લેખનીય છે કે બિહારની સુપર 30 કોચિંગના સંસ્થાપક આનંદ કુમારનો જન્મ પટનામાં થયો અને તેમના પિતા પોસ્ટમાં પત્રો વહેંચવાનું કામ કરતા હતા. બાંધેલી આવકના કારણે ઘરમાં જન્મેલા આ બાળકને બહુ જલ્દી આર્થિક અભાવ અને મોંઘા અભ્યાસનુ મુલ્ય સમજાઈ ગયુ હતુ. સરકારી સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવનાર આનંદ કુમારને શરૂઆતથી ગણિતમાં ખૂબ રસ હતો. તેમણે પણ વૈજ્ઞાનિક અને એન્જિનિયર બનવાનુ સપનુ જોયુ હતુ, ગ્રેજ્યુએશન દરમિયાન તેમણે નંબર થિયરીમાં પેપર સબમિટ કર્યા જે મેથેમેટિકલ સ્પેક્ટ્રમ અને મેથેમેટીકલ ગેઝેટમાં પબ્લિશ થયા.


 • કેમ્બ્રીજ વિશ્વવિદ્યાલય

  ત્યારબાદ તેમને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ માટે આમંત્રણ પણ આવ્યુ પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેમનુ સપનુ પૂરુ થઈ શક્યુ નહિ, બસ આ દુઃખને તેમણે પોતાની તાકાત બનાવીને પ્રણ કર્યુ કે તે દેશના ગરીબ બાળકોનું ભવિષ્ય સુધારશે.

  આનંદની પ્રગતિમાં પૈસા બાધા

  23 ઓગસ્ટ, 1994ના રોજ હાર્ટ એટેકના કારણે પિતાનું નિધન થઈ ગયુ. તેમના પિતા પોસ્ટમાં હતા એટલે તેમને પિતાની જગ્યાએ પોસ્ટમાં નોકરી મળી રહી હતી પરંતુ તેમણે આ નોકરી ન કરવાનો નિર્ણય કર્યો. પિતાના નિધન બાદ આખુ ઘર ગરીબીની ચપેટમાં આવી ગયુ, ઘર ચલાવવા માટે આનંદની માએ ઘરમાં પાપડ બનાવવાનુ શરૂ કર્યુ જેને આનંદ અને તેના ભાઈ ઘરે ઘરે જઈને વહેંચતા હતા.


 • ‘રામાનુજન સ્કૂલ ઑફ મેથેમેટિક્સ' નામથી કોચિંગ ખોલ્યુ

  થોડા સમય બાદ સ્થિતિ સુધારવા માટે આનંદે પોતાના ઘરમાં જ 'રામાનુજન સ્કૂલ ઑફ મેથેમેટિક્સ' નામથી કોચિંગ ખોલ્યુ જેમાં શરૂઆતમાં બે વિદ્યાર્થી આવ્યા જેમની પાસેથી આનંદે 500 રૂપિયા ફી લીધી હતી. આ દરમિયાન તેમની પાસે એક એવો છાત્ર આવ્યો જેણે કહ્યુ કે તે ટ્યુશન તો કરાવવા ઈચ્છે છે પરંતુ તેની પાસે પૈસા નથી. એ છાત્રમાં આનંદને પોતાની છબી દેખાઈ અને ત્યારબાદ તે તેને ભણાવવામાં લાગી ગયા. દિવસ-રાતની મહેનતના કારણે તે છાત્ર આઈઆઈટીની પ્રવેશ પરીક્ષામાં સફળ થયો.
  2002માં થઈ સુપર 30ની સ્થાપના
  બસ અહીંથી તેમના દિમાગમાં સુપર 30નો ખ્યાલ આવ્યો અને તેમણે 2002માં સુપર 30ની સ્થાપના કરી જેમાં એ ગરીબ બાળકોને ભણાવવામાં આવે છે કે જે આર્થિક તંગીના કારણે આઈઆઈટી જેવી સંસ્થામાં જવાની તૈયારી નથી કરી શકતા. સંસ્થાનો ખર્ચ આનંદ પોતાના પૈસાથી ચલાવે છે અને તેના વિશે એ કહે છે કે સુપર 30ને મોટુ કરવા માટે પૈસા નથી જોઈતા, હા તમારા સપના જરૂર જોઈએ.
સુપરસ્ટાર ઋતિક રોશનની ફિલ્મ 'Super 30' બૉક્સ ઓફિસ પર દસ્તક દેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ફિલ્મના ટ્રેલરને બહુ સારી પ્રતિક્રિયાઓ મળી છે જેનાથી આશા રાખવામાં આવી રહી છે કે વિકાસ બહેલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ લોકોને જરૂર પસંદ આવશે પરંતુ આ દરમિયાન એક સમાચારે સૌને દુઃખી કરી દીધા છે. વાસ્તવમાં સુપર 30ના સંસ્થાપર આનંદ કુમાર વિશે માલુમ પડ્યુ છે કે તે બ્રેઈન ટ્યુમરથી પીડિત છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ સુપર 30 શિક્ષક આનંદ કુમારની લાઈફ પર જ બની છે.

આ પણ વાંચોઃ અયોધ્યા વિવાદઃ SCએ મધ્યસ્થતા પેનલ પાસેથી રિપોર્ટ માંગ્યો, 25 જુલાઈએ આગામી સુનાવણી