Back
Home » ટોપ
ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા, તેમને પૈસા આપવામાં આવ્યા
Oneindia | 11th Jul, 2019 01:19 PM
  • ધારાસભ્યો પાસેથી રાજનામું અપાવવામાં આવ્યું

    દેવેગૌડા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જ્યારથી પ્રદેશમાં એચડી કુમારસ્વામીની સરકાર બની છે ત્યારથી યેદુરપ્પા અમારા ધારાસભ્યોને તેમના પક્ષમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે. યેદુરપ્પા ઓપરેશન કમલ ચલાવી રહ્યા છે. ભાજપ માટે બહુમત નથી એટલા માટે તેમને અમારા ધારાસભ્યોનું રાજીનામુ અપાવ્યું છે. તેની સાથે સાથે દેવેગૌડા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ધારાસભ્યોને પૈસા આપવામાં આવ્યા છે તેમને આ વાતને ભાર આપીને ત્રણ વખત કહી.


  • દેશભરમાં વિપક્ષ સાથે આવે

    કોંગ્રેસ અને જેડીએસ આ મુદ્દે બીજેપી પર સતત પ્રહાર કરી રહ્યા છે કે તેઓ ધારાસભ્યોની ખરીદીમાં સામેલ છે. તે જ સમયે, ભાજપે સતત આ આરોપોને નકારી કાઢ્યા છે. ભાજપ કહે છે કે આ વિધાનસભ્યોએ પાર્ટીને પોતાની ઇચ્છાથી છોડી દીધી છે. દેવેગૌડા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે સમય આવી ગયો છે કે દેશભરમાં બધા જ વિપક્ષી દળો ભાજપ સામે ભેગા થાય કારણકે દેશમાં ખરેખર મોટો સંકટ છે.


  • હાલની સ્થિતિ કટોકટી કરતા પણ ખરાબ

    દેવેગૌડા ઘ્વારા જણાવવામાં આવ્યું કે હાલની સ્થિતિ કટોકટી કરતા પણ ખરાબ છે જેડીએસ અને કૉંગ્રેસના ધારાસભ્યો મુંબઇના હોટલમાં રોકાયા હતા. ડીકે શિવકુમાર પોતે આ ધારાસભ્યોને મળવા માટે હોટેલ પહોંચ્યા હતા, પરંતુ તેમને હોટેલની અંદર જવાની મંજૂરી નહોતી મળી. ડીકે શિવકુમારે કહ્યું કે તેમને રૂમ બુક કરાવ્યા પછી પણ હોટેલ બહાર ઘણી રાહ જોવી પડી હતી. તેના વિશે એચડી દેવગૌડાએ કહ્યું કે મેં 60 વર્ષીય રાજકીય કાર્યકાળ દરમિયાન આવા સંજોગો ક્યારેય જોયા નથી.
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ બળવાખોર ધારાસભ્યોના રાજીનામાં પછી જનતા દળ સેક્યુલર મુખિયા એચડી દેવેગૌડા ઘ્વારા ભાજપ પર તીખો પ્રહાર કરવામાં આવ્યો છે. તેમને કહ્યું કે કર્ણાટકમાં જે પણ થઇ રહ્યું છે તે કટોકટી સ્થિતિ કરતા પણ વધારે ખરાબ છે, જે રીતે 16 ધારાસભ્યોએ સરકાર પાસેથી પોતાના હાથ ખેંચી લીધા છે તેનાથી નારાજ દેવેગૌડા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સમયમાં કઈ પણ કરી શકે છે. તેઓ દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ભાજપ રાજ્યપાલ, અધ્યક્ષને મળીને કરશે વિશ્વાસ મતના પરીક્ષણની માંગ