Back
Home » ટોપ
સન્યાસના એલાન બાદ મહેન્દ્રસિંહ ધોની ભાજપમાં જોડાશે, પૂર્વ મંત્રીનો દાવો
Oneindia | 11th Jul, 2019 03:48 PM
  • ધોની જોઈન કરી શકે છે ભાજપ!

    જે સમયે ધોની પેવેલિયન તરફ પાછા આવી રહ્યા હતા તે સમયે નિરાશા, ગુસ્સો અને હતાશા બધુ તેમના ચહેરા પર દેખાઈ રહ્યુ હતુ. તેમના ફેન્સને પણ લાગી રહ્યુ હતુ કે કદાચ હવે આ મેચ બાદ તે ધોનીને કોઈ પણ ક્રિકેટના મેદાનમાં વાદળી જરસી પહેરેલા નહિ જોઈ શકે કારણકે એવા સમાચાર છે કે ધોની વિશ્વકપ બાદ સન્યાસનું એલાન કરી શકે છે. ભારત જ નહિ પરંતુ દુનિયાના બેસ્ટ ક્રિકેટ કેપ્ટનની લિસ્ટમાં શામેલ થનાર એમ એસ ધોની વિશે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે.


  • ધોની બહુ જલ્દી કરશે એલાન

    ન્યૂઝ 16ના સમાચારો મુજબ ધોની સન્યાસ બાદ ભાજપમાં શામેલ થઈ શકે છે. ચેનલની માનીએ તો એક મોટા નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજય પાસવાને કહ્યુ કે ધોની ભાજપની સભ્યપદ લેશે, આના માટે ઘણી વાર તેમની સાથે વાત કરવાનીઅ અને બહુ જલ્દી ઔપચારિક રીતે આ અંગેનુ એલાન થઈ શકે છે.


  • અમિત શાહને મળ્યા હતા એમએસ ધોની

    ઉલ્લેખનીય છે કે ભાજપના જનસંપર્ક દરમિયાન વર્તમાન ગૃહમંત્રી અમિત શાહે મહેન્દ્ર સિંહ ધોની સાથે મુલાકાત કરી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજય પાસવાને કહ્યુ કે દેશના જે રોલ મોડલ્સ છે પછી ભલે તે દેશના નહિ વિશ્વના મહાનતમ અને લોકપ્રિય ક્રિકેટર્સમા શામેલ છે એવામાં જો તે ભાજપમાં જોડાશે તો એ બહુ સારી વાત ગણાશે.
આઈસીસી વર્લ્ડકપ 2019ના ખિતાબની પ્રબળ દાવેદાર રૂપે ઈંગ્લેન્ડ ગયેલી ભારતીય ટીમ ઈન્ડિયાની સફર બુધવારે સમાપ્ત થઈ ગઈ જ્યારે તે સેમીફાઈનલમા ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી હારી ગયા. બે દિવસ ચાલેલી આ મેચમાં મળેલી હારથી ભારતીય રમત પ્રેમીઓ ઘણા નિરાશ છે. આ મેચમાં જ્યારે ભારત માત્ર 75 રન પર 5 વિકેટ ખોઈ ચૂક્યા હતા ત્યારે અડધા ભારતીયોએ પોતાના ઘરોના ટીવી બંધ કરી દીધા હતા પરંતુ રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીએ મેચમાં જોરદાર કમબેક કર્યુ. જો કે ધોનીના રન આઉટ થતા જ ભારતીયોની બધી આશાઓ તૂટી ગઈ.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ લોકસભામાં ઉઠાવ્યો ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો કહ્યુ,'બજેટમાં અવગણ્યા'