Back
Home » ટોપ
ગોવા કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર બધા 10 ધારાસભ્યો ભાજપમાં થયા શામેલ
Oneindia | 11th Jul, 2019 07:04 PM
  • સ્પીકરને પત્ર લખીને આપી હતી વિલયની માહિતી

    કોંગ્રેસ છોડનારા બધા 10 ધારાસભ્યોએ ભાજપમાં શામેલ થવા માટે સ્પીકરને લખીને આપ્યુ હતુ. ગોવા વિધાનસભાના સ્પીકર રાજેશ પટનેકરે કહ્યુ હતુ કે 10 કોંગ્રેસ ધારાસભ્યોએ મને એક પત્ર આપ્યો છે કે તે ભાજપમાં વિલય કરી રહ્યા છે. બીજો પત્ર ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આપ્યો છે કે ભાજપનો બહુમત બદલાઈ ગયો છે. મે બંને પત્રોને સ્વીકાર કરી લીધા છે. આ પહેલા ગોવામાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની સરકારના સ્પીકરને છોડીને 20 ધારાસભ્યોનું સમર્થન હતુ.


  • સ્પીકર બોલ્યા - કાયદા મુજબ થયુ વિલય

    કોંગ્રેસના બાગી ધારાસભ્યોના ભાજપમાં વિલય બાદ બુધવારે ગોવા વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર માઈકલ લોબોએ કહ્યુ કે 10 કોંગ્રેસ ધારાસભ્યો જવાનો આર્થ બે તૃતીયાંશથી વધુની સંખ્યા છે કે જે પાર્ટીથી અલગ થઈને ભાજપમાં શામેલ થઈ ગયા છે. સ્પીકરે કહ્યુ કે આ વિલય બંધારણના 10 શિડ્યુલ મુજબ થયુ છે. ગોવામાં પાર્ટીના ધારાસભ્યોનું ભાજપમાં જવુ કોંગ્રેસ માટે મોટી મુસીબત છે કારણકે લોકસભા ચૂંટણી બાદથી પાર્ટીના નેતૃત્વમાં પહેલેથી જ ઉથલપુથલ મચેલી છે અને હવે ગોવામાં પણ 10 ધારાસભ્યોએ પાર્ટીનો સાથ છોડી દીધો છે.


  • ભાજપમાં શામેલ થવા પર શું બોલ્યા ધારાસભ્ય

    ભાજપમાં વિલયના એલાન બાદ સંસદમાં વિરોધી દળના પૂર્વ નેતા રહેલા ચંદ્રકાંત કેવલેકરે કહ્યુ કે અમારાથી 10 આજે શામેલ થઈ ગયા છે માત્ર એટલા માટે કે મુખ્યમંત્રી સારુ કામ કરી રહ્યા છે. હું વિપક્ષનો નેતા હતો તેમછતા અમારા ક્ષેત્રમાં વિકાસ કાર્ય ન થઈ શક્યુ. સૌથી મોટી પાર્ટી હોવા છતાં અમે સરકાર બનાવી શક્યા નહોતા. જે ધારાસભ્ય ભાજપમાં શામેલ થયા છે તેમાં ચંદ્રકાંત કેવલેકર, બાબુશ મોનસેર્ટટે, તેમના પત્ની જેનિફર મોનસેર્રટટે, ટોની ફર્નાંન્ડીસ, ફ્રેંસિસ સિલવેરિયા, ફિલિપ નેરી રોડ્રિગ્સ, ક્લેફાસિયો, વિલ્ફ્રેડ ડે સા, નિલકાંત હલંકર અને ઈસિડોરે ફર્નાન્ડીસ શામેલ છે. લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ પાર્ટીમાં આ ત્રીજી તૂટ છે. આ પહેલા કર્ણાટક અને તેલંગાનામાં પણ તેના ધારાસભ્યોએ પાર્ટી છોડી છે.




ગોવામાં મોટુ રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. બુધવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપનાર 10 ધારાસભ્યોએ આજે દિલ્લીમાં ભાજપ જોઈન કરી લીધુ છે. આ દરમિયાન ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા અને ગોવાના સીએમ પ્રમોદ સાવંત પણ ઉપસ્થિત રહ્યા. આ ધારાસભ્યોના ભાજપ જોઈન કર્યા બાદ ગોવા સંસદમાં હવે કોંગ્રેસ પાસે માત્ર 5 ધારાસભ્ય જ બચ્યા છે. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગોવામાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી.

આ પણ વાંચોઃ કોંગ્રેસનો સોનિયાને અંતરિમ અધ્યક્ષ બનવાનો આગ્રહ, મળ્યો આ જવાબ