Back
Home » ટોપ
કર્ણાટક સંકટઃ સ્પીકરને રાજીનામું સોંપી મુંબઈ ચાલ્યા ગયા બાગી ધારાસભ્યો
Oneindia | 12th Jul, 2019 09:15 AM

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કર્ણાટકના 10 બાગી ધારાસભ્યો મુંબઈથી બેંગ્લોર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી દીધું. આકરી સુરક્ષા વચ્ચે વિધાનસભા સ્પીકરને રાજીનામું સોંપ્યા બાદ આ બાગી ધારાસભ્યો મુંબઈ માટે રવાના થઈ ગયા. ગુરુવારે સાંજે તમામ ધારાસભ્યો મુંબઈની રેનેશ હોટલ પહોંચ્યા જ્યાં તેઓ પહેલા પણ રોકાયા હતા.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે વિધાનસભા અધ્યક્ષને બાગી ધારાસભ્યોના રાજીનામાં પર તત્કાળ ફેસલો લેવા માટે કહ્યું હતું, જે બાદ વિધાનસભા અધ્યક્ષ પણ સુપ્રીમ કોર્ટ પહોચ્યા હતા. તેમણે રાજીનામા પર ફેસલા માટે થોડો વધુ સમય માંગ્યો હતો. આ મામલે દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. અઘાઉ કોંગ્રેસ-જેડીએસના 10 બાગી ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં રાજીનામું સ્વીકારવમાં ન આવતું હોવાને લઈ અરજી કરી હતી.

અરજીમાં બાગી ધારાસભ્યોએ કર્ણાટક વિધાનસભા સ્પીકર પર જાણીજોઈને તેમના રાજીનામાનો સ્વીકાર ન કરાતો હોવાનો આરોપ લગાવ્યો હતો. સીજેઆઈ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોસની બેંચે આ અરજી પર સુનાવણી કરી. કોર્ટે બાગી ધારાસભ્યોને ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધી સ્પીકર સમક્ષ જઈ રાજીનામું સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે કર્ણાટકના ડીજીપીને ધારાસભ્યો માટે સુરક્ષા ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યા હતા.

બીજી બાજ ધારાસભ્યો સાથે મુલકાત બાદ વિધાનસભા સ્પીકર કેઆર રમેશ કુમારે પ્રેસ કોન્ફ્રેન્સ કરી. તેમણે આઠ ધારાસભ્યોના રાજીનામા રદ્દ કરવા પર સ્પષ્ટતા આપતા કહ્યું કે, સોમવારે કર્ણાટક વિધાનસભાના નિયમ 202 અંતર્ગત રાજીનામાંની તપાસ કરવામાં આવી હતી. 8 પત્ર નિર્ધારિત રૂપમાં નહોતા. બાકીના મામલા એ જોવા માટે બાધ્ય હતા કે આ રાજીનામાં સ્વૈચ્છિક અને વાસ્તવિક છે. વિધાનસભા સ્પીકરે એમ પણ કહ્યું કે તેઓ રાજીનામાની સ્વૈચ્છિક અને વાસ્તવિક પ્રકૃતિ વિશે વાત નહિ કરે.

ગોવા કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર બધા 10 ધારાસભ્યો ભાજપમાં થયા શામેલ