Back
Home » ટોપ
પુલવામા હુમલા પર દિગ્વિજય સિંહ બોલ્યા- સવાલ ઉઠાવનારને દેશદ્રોહી બનાવી દેવાય છે
Oneindia | 13th Aug, 2019 11:05 PM
 • મોદી સરકાર પર પ્રહાર

  દિગ્વિજય સિંહે ભોપાલમાં પ્રેસ કોન્ફ્રેન્સને સંબોધિત કરતા દાવો કર્યો કે વિધાનસભા ભંગ થયા બાદ રાજ્યપાલ સત્યપાલ મલિકે રાષ્ટ્રપતિ પાસેથી આર્ટિકલ 370 હટાવવાની ભલામ કરી હતી. જ્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિના જ નિયુક્ત કરવામાં આવ્યા છે અને ત્યાંના નાગરિક પણ નથી. મોદી સરકાર પર પ્રહાર કરતા દિગ્વિજય સિંહે કહ્યું કે અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે જમ્હૂરિયત, કાશ્મીરિયત અને માણસાઈથી કશ્મીર મુદ્દા ઉકેલાશે, પરંતુ મોદી સરકારે અટલ બિહારી વાજપેયીના સિદ્ધાંતની ધજ્જિયાં ઉડાવી દીધી છે.

 • 370 હટાવવા પર પ્રતિક્રિયા

  અગાઉ જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવા પર પ્રતિક્રિયા આપતા દિગ્વિજય સિંહે કહ્યુ્ં હતું કે તમને લોકોને મેં કહ્યું હતું કે જો અનુચ્છેદ 370 હટ્યો તો તેના ગંભીર પરિણામ આવશે. જુઓ આજે કાશ્મીર સળગી રહ્યું છે. કાશ્મીરને બચાવવી અમારી પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે હું પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને અપીલ કરું છું કે આ સમસ્યાને જલદી જ ઉકેલવામાં આવે, નહિ તો કાશ્મીર આપણા હાથમાંથી નિકળી જશે.

 • કાશ્મીર આપણા હાથમાંથી નિકળી જશે

  કાશ્મીરને લઈ રાહુલ ગાંધી ફેક ન્યૂજ ફેલાવી રહ્યા છેઃ સત્યપાલ મલિક
ભોપાલઃ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે જમ્મુ-કાશ્મીરમાં 14 ફેબ્રુઆરીએ થયેલ પુલવામા હુમલાને લઈ કેન્દ્ર સરકાર પર ફરીથી નિશાન સાધ્યું છે. દિગ્વિજય સિંહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલે ખુદ કહ્યું કે પુલવામા હુમલો ઈન્ટેલિજેન્સની નાકામી હતો. જો કોઈ અન્ય દેશમાં આવી ઘટના બની હોત તો વડાપ્રધાન પાસેથી નહિ તો ગૃહમંત્રી પાસેથી જરૂર રાજીનામું માંગી લેવામાં આવ્યું હોત. પરંતુ અહીં જેમણે પણ સવાલ ઉઠાવ્યા છે તેમને દેશદ્રોહી બનાવી દેવામાં આવ્યા.