Back
Home » ટોપ
ચીનની સેના હૉંગકૉંગ તરફ આગળ વધી રહી છેઃ ટ્રમ્પ
Oneindia | 14th Aug, 2019 09:13 AM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર મોટો આરોપ લગાવીને કહ્યુ કે અમેરિકી ખુફિયા રિપોર્ટ અનુસાર ચીનની સેના હૉંગકોંગ તરફ આગળ વધી રહી છે. તેમણે મંગળવારે કહ્યુ કે તેને આશા છે કે હૉંગકૉંગની સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવશે જ્યાં વર્તમાન સમયમાં લોકતંત્રના સમર્થનમાં પ્રદર્શન થઈ રહ્યા છે. મને આશા છે કે આ સમસ્યાનું સમાધાન બધા પક્ષોના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે જેમાં ચીન પણ શામેલ છે.

ટ્રમ્પે કહ્યુ કે હૉંગકૉંગની સમસ્યા ઘણી જટિલ છે. અમે આના પર નજર રાખીશુ કે શું થાય છે પરંતુ મને એ વાતનો પૂરો ભરોસો છે કે જલ્દી સમાધાન નીકળશે. અમે આશા રાખીએ છીએ કે ચીન સહિત દરેકને આ સમસ્યાનું સમાધાન મળશે. હું આશા રાખુ છુ કે કોઈ પણ જાનહાનિ ન થાય. એટલુ જ નહિ ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યુ કે લોકો તેમને હૉંગકૉંગમાં સમસ્યા વધારવા માટે જવાબદાર ગણાવે છે. ઘણા લોકો એવા પણ છે જે અમેરિકા અને મને હૉંગકૉંગની સમસ્યા માટે જવાબદાર માને છે પરંતુ હું એ વાતની કલ્પના નથી કરી શકતો કે છેવટે કેમ?

એક અન્ય ટ્વીટમાં ટ્રમ્પે કહ્યુ કે અમારા ખુફિયા વિભાગે એ અંગેન માહિતી આપી છે કે ચીનની સરકાર સેનાને હૉંગકૉંગની સીમા તરફ આગળ વધારી રહી છે. દરેકે શાંત અને સુરક્ષિત રહેવુ જોઈએ. અમુક દિવસો પહેલા જ્યારે ટ્રમ્પે આ સમસ્યા વિશે પૂછવામાં આવ્યુ હતુ ત્યારે તેમણે કહ્યુ હતુ કે હૉંગકૉંગ ચીનનો હિસ્સો છે, તેમણે પોતે જ આ સમસ્યાનું સમાધાન કાઢવુ પડશે. એટલુ જ નહિ ટ્રમ્પે કહ્યુ હતુ કે મને લાગે છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઘણી જવાબદારીપૂર્ણ રસ્તો અપનાવ્યો છે. મને આશા છે કે જિનપિંગ યોગ્ય પગલા લેશે પરંતુ આ સમસ્યા ઘણા દિવસોથી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ દાઉદના સંબંધીઓ સામે પર્ફોર્મ કરવુ ભારે પડ્યુ મીકાને, AICWAએ લગાવ્યો પ્રતિબંધ