Back
Home » ટોપ
RSS મોડલની ટીકા કરતા કરતા તેના જ માર્ગે કેમ ચાલી રહી છે કોંગ્રેસ
Oneindia | 11th Sep, 2019 02:27 PM
 • સંઘ પ્રચારકોની જેમ કોંગ્રેસ કરશે 'પ્રેરકો'ની નિમણૂક

  મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ પાર્ટીએ પ્રાદેશિક કક્ષાએ 3 પ્રેરકો કે મોટિવેટર્સની નિમણૂક કરવાની યોજના બનાવી છે. એક પ્રદેશમાં ચારથી પાંચ જિલ્લા સામેલ થશે. પરંતુ હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમામે આ પ્રેરકોની નિમણૂક ત્યારે જ કરાશે જ્યારે તેઓ ત્રણ મહિના સુધી નીચલા લેવલ સુધી કામ કરશે. એટલે કે આગામી દિવસોમાં કોંગ્રેસ આખા દેશમાં પ્રેરકોની ફોજ તૈયાર કરશે, જે કાર્યકર્તાઓને ખાસ તાલીમ આપશે અને રાજકારણની બદલાયેલી સ્થિતિમાં સારુ પ્રદર્શન આપવા લાયક બનાવી શક્શે. આ પ્રેરક જનસંપર્ક અભિયાન દ્વારા કાર્યકર્તાઓનું કૌશલ્ય વધારશે. જેથી તે જમીન સ્તર પર પાર્ટીને લોકો સુધી પહોંચાડી શકે. પક્ષના પદાધિકારીઓના કહેવા પ્રમાણે આ પ્રેરકો કાર્યકર્તાઓને કોંગ્રેસની વિચારધારા અને તેનો ઇતિહાસ જણાવશે, સાથે જ પાર્ટીની નીતિ વિશે લોકોને જાગૃત કરશે.


 • આવ્યો આઈડિયા

  ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને આસામના પૂર્વ મુખ્યપ્રધાન તરુણ ગોગોઈએ સૌથી પહેલા પાર્ટીને જનસંપર્ક વધારવા માટે RSS મોડલ અપનાવવા સલાહ આપી હતી. કદાચ તેની જ અસર છે કે ત્રણ સપ્ટેમ્બરે દિલ્હીમાં આયોજિત એક દિવસીય વર્કશોપમાં આ વિચાર સામે આવ્યો છે. આ વર્કશોપ બાદ એક નોટ તૈયાર કરાી છે, જેમાં પ્રેરકોની નિમણૂકને પ્રાયોરિટી અપાઈ છે. પાર્ટીના કાર્યકર્તાઓને દરેક સ્તર પર સતત તાલીમ આપવા કોઈ રાજકીય સંગઠનની જરૂર હોવાની વાત પણ તેમાં કરાઈ છે. આ માટે બંધારણીય રીતે પ્રેરકોની નિમણૂક થશે તો તેઓ આ જરૂરિયાતો અડચણ વિના પૂરી કરી શક્શે. મળતી માહિતી પ્રમાણે પાર્ટી તરફથી અને પ્રદેશ સંગઠનોને કહેવાયું છે કે તેઓ સંભવિત પ્રેરકોની ઓળખ કરે અન મહિનો પૂરો થતા પહેલા પાર્ટીને લિસ્ટ સોંપે.


 • આ રીતે પ્રચારકોથી જુદા હશે પ્રેરક

  RSSના પ્રચારકો આજીવન સ્વયંસેવક હોય છે, જેની જવાબદારી સંઘની વિચારધારાને લોકો વચ્ચે પહોંચાડવાની હોય છે. તેમને એવી તાલીમ અપાય છે કે તેઓ સમાજ અને લોકો વચ્ચે ભળી જાય છે અને તેમના વચ્ચે જ જીવન વીતાવે છે. તેમાં બાળકોથી લઈ વૃદ્ધોને શાખા દ્વારા જોડવામાં આવે છે. સાથે જ તેઓ સામાજિક કાર્યોમાં પણ ભાગ લે છે. પરંતુ સૈદ્ધાંતિક રીતે તેઓ ચૂંટણીના રાજકારણથી દૂર રહે છે. જો કે કોંગ્રેસના પ્રેરકો માટે આવી કોઈ મર્યાદા નહીં હોય. એટલે કે તેઓ ચૂંટણી પણ લડી શક્શે.


 • પ્રરકો માટે આ હશે જરૂરી

  આમ તો કોંગ્રેસની નોંધમાં આ વાતનો ઉલ્લેખ છે કે પ્રેરકોને સંગઠનનો અનુભવ હોવો જોઈે, જેથી તેઓ કાર્યકર્તાઓને પાર્ટી પ્રત્યે કોઈ પણ સવાલ ઉઠાવ્યા વિના કમિટમેન્ટ અને સન્માનની ભાવના જગાવી શકે. કોંગ્રેસની નોંધ પ્રમાણે,'તેમનામાં તાલીમના વિચારમાં ઉંડો વિશ્વાસ અને કમિટમેન્ટ જરૂરી છે અને આ પ્રક્રિયા માટે સમય અને ઉર્જા આપવા તેઓ હંમેશા તૈયાર હોવા જોઈએ. તેમનામાં બધાનો વિશ્વાસ અને સન્માન જીતવાની ક્ષમતા હોવી જોઈે. તેઓ જૂથબંધીથી દૂર અને કાર્યકર્તાઓ પ્રત્યે સન્માન રાખતા હોવા જોઈએ.' પ્રેરકોની એ પણ જવાબદારી હશે કે તેઓ પોતાના સ્તર પર નિષ્ણાતો અને સંસાધનોની તપાસ કરે, જે સ્થાનિક સ્તર પર મુદ્દાને લઈ કન્ટેન્ટ તૈયાર કરવામાં મદદ કરી શકે અને તેના આધારે જ ટ્રેનિંગ કેલેન્ડર તૈયાર કરી શકે.


 • પ્રચારકો અને પ્રેરકોની તાલીમ જુદી જુદી

  કોંગ્રેસે જે પ્રદેશ સ્તર પર ત્રણ પ્રેરકોની નિમણૂકની યોજના બનાવી છે, RSSમાં તે સ્તર પર વિભાગ પ્રચારક જવાબદારી સંભાળે છે. કોંગ્રેસની યોજના પ્રમાણે પક્ષના પ્રરકોએ નીચે સુધી કામ કરવું જરૂરી છે. પરંતુ સંઘમાં સામાન્ય રીતે કોઈ પણ પ્રચારકોની નિમણૂક ત્રણ વર્ષની તાલીમ બાદ જ થાય છે. એટલું જ નહીં તેમાં પહેલા શહેર, જિલ્લો, વિભાગ, રાજ્ય અને પછી ક્ષેત્ર પ્રચારકોની નિમણૂકની પરંપરા છે. એટલે કે સામાન્ય રીતે વિભાગ પ્રચારકો પાસે લોકો અને સ્વયંસેવકો સાથે કામ કરવાનો લાંબો અનુભવ હોય છે. જ્યારે કોંગ્રેસની નોંધમાં કહેવાયું છે કે,'દરેક પ્રેકે માહિતી મેળવવા અને વિશ્વાસ મેળવા 5-7 દિવસની ટ્રેનિંગ લેવી પડશે...' બાદમાં જ્યારે તેઓ ત્રણ મહિના ફિલ્ડમાં કામ કરશે, તો તેમની નિમણૂક કરી દેવાશે. જાતે જ ટ્રેનિંગ લીધા બાદ કોંગ્રેસના પ્રેરક જિલ્લા સ્તર પર પાર્ટી ઓફિસમાં એક મહિને એક વાર 'સંગઠન સંવાદ' આયોજિત કરશે, જેમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના રાજકારણ પર ચર્ચા થશે.
કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીને દેશભરમાં જે સફળતા મળી છે, તેનો પાયો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે નાખ્યો છે. સંઘના પાયા પર જનસંઘ બન્યો અને તેણે વાવેલા બીનો પાક ભાજપને લાભ આપી રહ્યો છે. સત્ય એ પણ છે કે કોંગ્રેસે RSS અને ભાજપની વિચારધારાનો હંમેશા વિરોધ કર્યો છે. પરંતુ હવે સતત 2-2 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાલત નબળી થઈ છે તો કોંગ્રેસની અંદર જ RSS પાસેથી શીખવાની સલાહો મળી રહી છે. એટલે જ લાગે છે કે કોંગ્રેસે સંગઠન સ્તર પર સંઘની જેમ જ પોતાના ખાસ તૈયાર કરેલા લોકોને કાર્યકર્તાઓને ભેગા કરવા અને સીધા જ લોકો સુધી પહોંચવા માટે નિમણૂક કરવાનું નક્કી કર્યું છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ RSS મોડેલ પર જ પ્રચારકોની જેમ 'પ્રેરકો'ની નિમણૂક કરવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત: સગાઈ પછી યુવતીએ લગ્નની ના પાડી, તો ચોથા માળેથી કૂદયો યુવક