Back
Home » ટોપ
હોટલમાં બોલાવી અને બંધ રૂમમાં યુવતીને બેભાન થતા સુધી મારતો રહ્યો
Oneindia | 9th Oct, 2019 02:14 PM
  • હોટલમાં યુવતીને માર મારી

    લાઈવ હિન્દુસ્તાનની રિપોર્ટ મુજબ, 6 ઓક્ટોબરની રાત્રે દિલ્હીની એરોસિટીની એક હોટલમાં એક મહિલાને એનઆરઆઈ યુવકે ખૂબ જ માર માર્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તે બેભાન થઈ ત્યાં સુધી તેને માર માર્યો હતો. આ પછી, જ્યારે મહિલા ભાનમાં આવી ત્યારે તેણે પોલીસને ઘટનાની જાણ કરી હતી. મહિલાએ પોતાના નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું કે આરોપી યુવક તેનો ફેસબુક મિત્ર છે.


  • ફેસબૂક પર દોસ્તી થઇ હતી

    પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી એનઆરઆઈ છે અને તે ન્યૂયોર્કમાં રહે છે. બંને ફેસબુક પર મિત્રો હતા. થોડા દિવસો સુધી ચેટ કર્યા પછી યુવકે યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી હતી, જેના માટે યુવતી પણ સંમત થઈ ગઈ હતી. આ પછી બંનેએ મળવાનું નક્કી કર્યું હતું. આરોપી યુવક ત્રણ દિવસ પહેલા મળવા માટે અમેરિકાથી દિલ્હી આવ્યો હતો.


  • બેરહેમીથી પીટાઈ કરી નાખી

    તે દિલ્હીની એરોસિટી હોટલમાં રોકાયો હતો. 6 ઓક્ટોબરે યુવકે યુવતીને હોટલમાં બોલાવી હતી. આરોપ છે કે મહિલા હોટલમાં આવ્યા બાદ યુવકે તેને કંઇક બાબતે રાત્રે ખૂબ જ નિર્દયતાથી માર માર્યો હતો. બેભાન અવસ્થામાં આરોપી મહિલાને હોટલ પર છોડી ભાગી છૂટ્યો હતો. પોલીસે યુવતીના નિવેદનના આધારે કેસ નોંધ્યો છે. પોલીસ આરોપીની શોધ કરી રહી છે.




દિલ્હીની એરોસિટી નજીકની હોટલમાં છોકરીને નિર્દયતાથી માર મારવાનો મામલો સામે આવ્યો છે. જ્યાં એરપોર્ટ પોલીસ મથકે તેનું મેડિકલ કરાવ્યા બાદ તેની ફરિયાદના આધારે કેસ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આ સમગ્ર ઘટના 6 ઓક્ટોબરની રાત્રેની છે.

આ પણ વાંચો: 5 હજાર રૂપિયામાં 2 કલાક માટે દુલ્હન બનતી હતી આ યુવતી