Back
Home » ટોપ
Video: INX મીડિયા કેસમાં ઈડી સામે હાજર થયા કાર્તિ ચિદમ્બરમ, બોલ્યા, હેપ્પી દશેરા કહેવા આવ્યો હતો
Oneindia | 9th Oct, 2019 02:49 PM

INX મીડિયા સાથે જોડાયેલ મની લૉન્ડ્રિંગ કેસમાં બુધવારે કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમ ઈડી સામે હાજર થયા. ઈડીની ઓફિસની બહાર જ્યારે મીડિયાએ તેમની હાજરી અંગે સવાલ કર્યા તો તેમણે હળવા અંદાજમાં કહ્યુ કે કોઈ મુશ્કેલીની વાત નથી. હું તો ઈડીના અધિકારીઓને મળવા અને તેમને દશેરાના અભિનંદન પાઠવવા આવ્યો હતો. આઈએનએક્સ મીડિયા કેસમાં કાર્તિ ચિદમ્બરમ જેલમાં પણ રહી ચૂક્યા છે અને હાલમાં જામીન પર છે.

આઈએનએક્સ મીડિયા કેસમાં કાર્તિના પિતા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ સામે પણ કેસ ચાલી રહ્યો છે. પી ચિદમ્બરમની 22 ઓગસ્ટના રોજ સીબીઆઈએ ધરપકડ કરી હતી. ત્યારબાદ તે જેલમાં છે. ગઈ સુનાવણીમાં અદાલતે તેમના જામીન ફગાવીને ન્યાયિક કસ્ટડી 17 ઓક્ટોબર સુધી વધારી દીધી છે.

આ પણ વાંચોઃ ફિલ્મો વિના પણ કરોડો કમાય છે રાખી સાવંત, જાણો કેટલી છે કુલ સંપત્તિ

આઈએનએક્સ મીડિયા કેસ 2007માં ચિદમ્બમરમના નાણામંત્રી રહેતા કથિત રીતે આઈએનએક્સ મીડિયા ગ્રુપને 302 કરોડ રૂપિયાનુ વિદેશી રોકાણ મેળવવા માટે એફઆઈપીબીની મંજૂરી આપવામાં અનિયમિતતા સાથે જોડાયેલો છે. આ કેસમાં સીબીઆઈ અને ઈડી બંને એજન્સીઓએ કેસ નોંધ્યો છે. પી ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમ સતત આ કેસમાં રાજનીતિથી પ્રેરિત અને ભાજપની બદલાની ભાવનાની કાર્યવાહી બતાવતા રહ્યા છે.