Back
Home » ટોપ
રાફેલની શસ્ત્ર પૂજાને લોકોએ ટ્રોલ કરી, કહ્યું- 2 રૂપિયાનું લીંબુ 1658 કરોડના એરક્રાફ્ટની રક્ષા કરશે
Oneindia | 9th Oct, 2019 03:44 PM
  • દરેક ધર્મના લોકોના ટેક્સના રૂપિયામાંથી રાફેલ આવ્યું

    સોશિયલ મીડિયા પર લોકો એરક્રાફ્ટની પૂજા થતાં ટ્રોલ કરવા લાગ્યા. એક ટ્વિટર યૂઝરે લખ્યું કે લોકો કહી રહ્યા છે કે શસ્ત્ર પૂજા આપણી પરંપરાનો ભાગ છે, આ ધાર્મિક પરંપરા છે, પરંતુ હું કહેવા માંગું છું કે ભારત એક એવો દેશ છે જ્યાં મુસ્લિમ, ઈસાઈ, જૈન, સિખ, હિન્દુ અને અન્ય કેટલીય માન્યતાઓને માનનારા લોકો છે, આ તમામ લોકો દેશને પોતાનો ટેક્સ આપે છે. આખરે કેમ કેન્દ્ર સરકાર માત્ર હિન્દુ પરંપરાનું જ પાલન કરી રહી છે. શું સરકાર હિન્દુત્વની રાજનીતિ નથી કરી રહી.


  • લોકોએ મજાક ઉડાવ્યો

    જેવી રીતે રાફેલના પૈડાં નીચે પરંપરા મુજબ લીંબુ રાખવામાં આવ્યું, એ તસવીરને લોકોએ શેર કરતાં ભારે ટ્રોલ કરી. એક યૂઝરે લખ્યું કે આ તસવીર જીવનપર્યંત માટે છે. સોશિયલ મીડિયા પર લોકોએ આ તસવીરની ભારે મજાક ઉડાવી. અન્ય એક યૂઝરે લખ્યું કે આ લોકોએ દેશની રક્ષા માટે રાફેલ એરક્રાફ્ટ ખરીદ્યું છે અને પછી આ લોકો રાફેલની રક્ષા માટે લીંબુ ખરીદે છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે વિજયાદશમીના અવસર પર ફ્રાંસમાં સત્તાવાર રૂપે રાફેલ એરક્રાફ્ટનું પહેલું કન્સાઈનમેન્ટ રિસીવ કર્યું. રાફેલ એરક્રાફ્ટને રિસીવ કર્યા બાદ રાજનાથ સિંહે તેની શસ્ત્ર પૂજા કરી અને ઓમ લખી એરક્રાફ્ટના ટાયર નીચે લીંબુ રાખવામાં આવ્યું હતું. પરંપરા મુજબ આપણા દેશમાં શસ્ત્ર પૂજા કરવાામં આવે છે, પરંતુ આ તસવીર સામે આવ્યા બાદ લોકો સતત રાફેલની શસ્ત્ર પૂજા કરવાને લઈ ટ્રોલ કરી રહ્યા છે.