Back
Home » ટોપ
સરકારી કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ, મોંઘવારી ભથ્થુ 5% વધ્યુ
Oneindia | 9th Oct, 2019 03:53 PM
  • શું કહ્યુ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે

    કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા જણાવ્યુ કે મોંઘવારી ભથ્થુ 5 ટકા વધારવાનો નિર્ણય લેવાયો છે. તેમણે જણાવ્યુ કે આ પહેલા 2-3 ટકા સુધી મોંઘવારી ભથ્થુ વધતુ હતુ. આ નિર્ણયથી સરકાર પર 16,000 કરોડ રૂપિયાનો બોજો પડશે. તમને જણાવી દઈએ કે વધેલુ મોંઘવારી ભથ્થુ 1 જુલાઈથી લાગુ થશે.


  • આશા કાર્યકર્તાઓને ડબલ ફાયદો

    કેન્દ્ર સરકારે આ ઉપરાંત આશા કાર્યકર્તાઓને બમણો ફાયદો કરી દીધો છે. પહેલા જ્યાં તેમને એક હજાર રૂપિયા મળતા હતા ત્યાં હવે બે હજાર રૂપિયા મળશે. આશા કાર્યકર્તા મુખ્યતઃ મહિલાઓ હોય છે કે જે ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવે છે.

    આ પણ વાંચોઃ Video: INX મીડિયા કેસમાં ઈડી સામે હાજર થયા કાર્તિ ચિદમ્બરમ, બોલ્યા, હેપ્પી દશેરા કહેવા આવ્યો હતો




દિવાળીની બરાબર પહેલા સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે ભેટ આપી છે. બુધવારે થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ડીએ એટલે કે મોંઘવારી ભથ્થુ 5 ટકા વધારવા પર નિર્ણય થયો. ડીએ 12 ટકાથી વધારીને 17 ટકા થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે આ નિર્ણયથી 50 લાખ સરકારી કર્મચારીઓને સીધો ફાયદો થશે. એટલુ જ નહિ 62 લાખ પેન્શનધારકો પણ આનાથી લાભાન્વિત થશે.