Back
Home » ટોપ
પાકિસ્તાન આર્મીનો તેલથી લઈને જૂતા સુધી વેપાર ફેલાયેલો છે
Oneindia | 9th Oct, 2019 05:37 PM
 • પાકિસ્તાની સૈન્યના બિઝનેસ

  સૈન્યના મોટા અધિકારીઓ અનાજ, કપડા, સિમેન્ટ, સુગર મિલ, જૂતા બનાવવા સહિત એવિએશન સર્વિસ, ઈન્સ્યોરન્સ એટલે સુધઈ કે રિસોર્ટ ચલાવવા અને રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. જેની માર્કેટ વેલ્યુ 2016માં લગભગ 20 અરબ ડૉલર હતી. જે હવે ઘણી વધી ચૂકી છે. પાકિસ્તાની સૈન્યનો કોઈ પણ બિઝનેસ અન્ય સરકારી કંપનીઓની જવાબદારી કરતા આઝાદ છે. પાકિસ્તાની સૈન્યના બિઝનેસને સંરક્ષણ બજેટ સાથે કોઈ લેવા દેવા નથી.

  એશિયા ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે કેટલાક મહિના પૂર્વે પાકિસ્તાની સૈન્ય ઓઈલ બિઝનેસમાં પણ પ્રવેશી ચૂક્યુ છે. બેન્કિંગ, ફૂડ, રિટેલ, સિમેન્ટ, રિયલ એસ્ટેટ, હાઉસિંગ કંસ્ટ્રક્શન, ઈન્સ્યોરન્સ, ખાનગી સુરક્ષા સર્વિસ સહિનતા ક્ષેત્રોમાં પાકિસ્તાની સૈન્ય છે.


 • પાઈપલાઈન નાખવાનો કોન્ટ્રાક્ટ

  પાક. આર્મી સંચાલિત ફ્રન્ટિયર વર્ક્સ ઓર્ગેનાઈઝેશનની સબ્સિડિયરી ફ્રંટિયર ઓઈલ કંપનીને 470 કિલોમીટર લાંબી ઓઈલ પાઈપલાઈન નાખવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટની કોસ્ટ 370 મિલિયન ડૉલર એટલે કે 2500 કરોડ રૂપિયા હતી. આ પ્રોજેક્ટ તત્કાલીન વડાપ્રધઆન શાહીદ ખનાના અબ્બાસીએ સરકારી એજન્સી ઈન્ટર ગેસ સિસ્ટમને સોંપ્યો હતો, પરંતુ નવી ઈમરાન સરકારે આ નિર્ણય બદલીને પ્રોજેક્ટ સેનાને આપી દીધો.

  હવે ખોદકામ અને ઓઈલની શોધમાં સૈન્યએ એન્ટ્રી કરી છે અને પાકિસ્તાન મેરોક ફોસ્ફોર જેવી કંપની બનાવી છે. જો ફક્ત ફૌજી ફાઉન્ડેશનની જ વાત કરીએ તો પાછલા 5 વર્ષમાં તેની સંપત્તિ અને ટર્ન ઓવરમાં 62 ટકાનો વધારો થયો છે.


 • દરેક પ્રકારના બિઝનેસ

  જો દેશની અર્થવ્યવસ્થા વિખરાઈ જાય તો સૈન્યના વેપાર પર પણ ખરાબ અસર પડશે. એટલે જ જ્યારે ઈમરાન ખાન દેશના અર્થતંત્રને સંભાળવામાં નિષ્ફળ રહ્યા, ત્યારે સૈન્ય પ્રમુખ જનરલ બાજવાએ પોતાની જવાદારી છોડી અર્થતંત્રને સંભાળવા મેદાનમાં આવવું પડ્યું. પાકિસ્તાની સૈન્ય આમ તો દરેક પ્રકારના બિઝનેસમાં છે અને ઉત્પાદનો બનાવે છે, પરંતુ પાકિસ્તાનની ડગમગી રહેલી અર્થવ્યવસ્થાને સંભાળવાની જવાબદારી ઉઠાવતા લોકો ચોંકી ઉઠ્યા છે.


 • પાકિસ્તાની સૈન્યની ચિંતા

  તમને જણાવી દઈએ કે દેશની ડામાડોળ થતી અર્થવ્યવસ્થાને બચાવવા માટે સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ બિઝનેસ લીડર્સ સાથે બેઠક કરી છે. પાકિસ્તાનની આઝાદી બાદ દેશમાં ત્રણ વખત શાસન કરી ચૂકેલા સૈન્યની દખલઅંદાજી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ દરેક મુદ્દે કરે છે. ઈમરાન સરકાર સહિત પાછલી તમામ સરકારો પણ સૈન્યની કઠપૂતળીની જેમ કામ કરતી હતી. સૈન્ય પ્રમુખે હાલ જે રીતે દેશની અર્થવ્યવસ્થા સુધારવા પગલું લીધું છે, તે પ્રજાને રાહત આપવા નહીં પરંતુ દેશની ખરાબ સ્થિતિથી વેપાર પર પડતી પ્રતિકૂળ અસરો છે. 2019-20ના નાણાકીય વર્ષમાં પાકિસ્તાનનો અંદાજીત જીડીપી 2.4 ટકા રહેવાનું અનુમાન છે, જ્યારે નાણાકીય ખાધ જીડીપી 7.2 ટકા થઈ જશે, જે છેલ્લા 9 વર્ષમાં સૌથી વધઉ છે. સાથે જ સંરક્ષણ બજેટના કારણે સૈન્યએ પોતાના સૈનિકોના વેતન અને નિવૃત્ત સૈનિકોને પેન્શન આપવા પૈસાની જરૂર પણ પડવાની છે.


 • પાકિસ્તાન પર આટલું દેવું

  ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ચેલ્લા ત્રણ વર્ષમાં ચીન પાસેથી IMF ત્રણ ગણા પૈસા ઉધાર લીધા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે આગામી ત્રણ વર્ષમાં પાકે. IMFને 2.8 અરબ ડૉલર ચૂકવવાના છે. જ્યારે આ જ સમય મર્યાદામાં ચીનને પણ 6.7 અરબ ડૉલર પણ ચૂકવવાના છે. પાકિસ્તાન સર્જાયા બાદ અડધો સમય તો પાકિસ્તાની સૈન્યએ પાકિસ્તાન પર રાજ કર્યું છએ. અને તે પાકિસ્તાનનું સૌથી વિશ્વસ્ત સંસ્થાન છે. ત્યારે રાજકારણ ઉપરાંત અર્થવય્વસ્થમાં સૈન્યની દખલ ચોંકાવનારી નથી.
પાકિસ્તાન આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યું છે. આ દેશ પાસે દેવું ચૂકવવાના પૈસા નથી. સરકારી ખજાનો બિલકુલ તળિયાઝાટક છે અને ખુદ પાકિસ્તાની વડાપ્રધાને માન્યું છે કે દેશ કંગાળ થઈ રહ્યો છે. પરિસ્થિતિ એટલી બદતર છે કે મોંઘવારી ચરમસીમા પર છે. કાશ્મીર મુદ્દા બાદ આખી દુનિયાને પાકિસ્તાનની આર્થિક સ્થિતિની જાણ થઈ ચૂકી છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ કંગાળ દેશનું સૈન્ય માલામાલ છે. પાકિસ્તાની સૈન્ય વેપારમાં પણ વગ ધરાવે છે.

પાકિસ્તાની સૈન્ય રાજકારણ સહિત આખા દેશને પરોક્ષ રીતે સંચાલિત કરે છે. તમને સાંભળવામાં વિચિત્ર લાગશે પરંતુ પાકિસ્તાની સરહદો પર બોમ્બ બ્લાસ્ટ કરતું સૈન્ય વેપારમાં પણ દખલ કરે છે. પાકિસ્તાની આર્મી બેન્કિંગથી લઈને રિયલ એસ્ટેટમાં પણ ધંધો કરે છે. પાકિસ્તાની સૈન્ય સૈન્ય ફાઉન્ડેશન, આર્મી વેલફેર ટ્રસ્ટ, શાહીન ફાઉન્ડેશન, બાહરિયા ફાઉન્ડેશન, ડિફેન્સ હાઉસિંગ ફાઉન્ડેશન દ્વારા 50 કંપની ચલાવે છે.

આ પણ વાંચો: હવે ઈમરાન ખાને જાતે ઘૂસણખોરીની વાત સ્વીકારી, કહ્યું - Loc પાર ન કરો