Back
Home » ટોપ
સિદ્ધાર્થ શુક્લાને '40 વર્ષનો બુઢ્ઢો' કહેવા પર ભડકી અભિનેત્રી કહ્યુ, 'લોકો 75 વર્ષે પણ સુપરસ્ટાર છે'
Oneindia | 8th Nov, 2019 03:38 PM
  • સિદ્ધાર્થને માહિરા અને પારસને કહ્યુ ‘40 વર્ષનો બુઢ્ઢો'

    બિગ બૉસ 13ની કન્ટેસ્ટન્ટ પારસ અને માહિરાએ જે રીતે સિદ્ધાર્થને '40 વર્ષનો બુઢ્ઢો' કહીને કટાક્ષ કર્યો છે તેના પર બંને કન્ટેસ્ટન્ટે સોશિયલ મીડિયા પર ખાસ્સા ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. માત્ર બિગ બૉસના ફેન્સ જ નહિ ઘણા સેલિબ્રિટીઝ અને બિગ બૉસના એક્સ કન્ટેસ્ટન્ટે પણ આ મુદ્દે અવાજ બુલંદ કર્યો છે. સમગ્ર મામલે બિગ બૉસની વિનર રહી ચૂકેલી અને બોલિવુડ અભિનેત્રી ગૌહર ખાને ટિપ્પણી કરતા કહ્યુ કે લોકો 75 વર્ષની ઉંમરે પણ સુપરસ્ટાર છે. આવી માનસિકતા પર શરમ આવે છે.




બિગ બૉસ 13ના સૌથી સ્ટ્રોંગ કન્ટેસ્ટન્ટ મનાતા સિદ્ધાર્થ શુક્લા વિશે ઘરની અંદર કંઈક એવી ટિપ્પણીઓ થઈ રહી છે જેના પર વિવાદ વધવા લાગ્યો છે. વાસ્તવમાં બિગ બૉસે આ સપ્તાહમાં ઘરવાળાને બીબી ટ્રાન્સપોર્ટ ટાસ્ક આપ્યુ જેમાં બે ટીમો વચ્ચે મુકાબલો થયો. આ ટાસ્કમાં એક તરફ પારસની ટીમ હતી અને બીજી તરફ અસીમની ટીમ હતી. આ ટાસ્ક દરમિયાન પારસ છાબડા અને માહિરા શર્માએ સિદ્ધાર્થ શુક્લાની ઉંમર પર કમેન્ટ કરી. તેમણે સિદ્ધાર્થને '40 વર્ષનો બુઢ્ઢો' કહી દીધો પરંતુ આ ટિપ્પણી પર સિદ્ધાર્થે કોઈ જવાબી પ્રતિક્રિયા ન આપી. જો કે જે રીતે પારસ અને માહિરાએ '40 વર્ષનો બુઢ્ઢા' વાળી ટિપ્પણી કરી તેના વિશે અભિનેત્રી અને બિગ બૉસની વિનર રહી ચૂકેલી ગૌહર ખાને આકરી નારાજગી વ્યક્ત કરી. માત્ર ગૌહર ખાને જ નહિ બિગ બૉસના એક્સ કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા વિકાસ ગુપ્તા અને કામ્યા પંજાબીએ પણ આ ટિપ્પણીનો વિરોધ કર્યો છે.