Back
Home » ટોપ
92 વર્ષના થયા લાલકૃષ્ણ અડવાણી, ઘરે જઈને પીએમ મોદીએ પાઠવી શુભકામના
Oneindia | 8th Nov, 2019 04:43 PM
  • પીએમ મોદીએ ગણાવ્યા લોકતંત્રના આગેવાન

    પીએમ મોદીએ લખ્યુ કે અડવાણીજી માટે લોકોની સેવા હંમેશાથી જ તેમની દિનચર્યામાં શામેલ રહી છે. તેમણે ક્યારેય પોતાના મૂળભૂત નિયમો સાથે સમજૂતી નથી કરી. જ્યારે લોકતંત્રના મૂલ્યોની રક્ષાની વાત આવે છે તો તે હંમેશા તેના આગેવા રહ્યા. મંત્રી તરીકે તેમની પ્રશાસનિક ક્ષમતાને વૈશ્વિક સ્તરે લોકોએ પ્રશંસા કરી છે. તેમણે ભાજપને મજબૂત કરવા માટે દશકો સુધી મહેનત કરી. જો ગયા વર્ષોમાં અમારી પાર્ટી દેશના રાદકારણમાં મજબૂત બનીને ઉભરી હોય તો તેનુ મુખ્ય કારણ અડવાણીજી જેવા નેતા અને તમામ કાર્યકર્તાની તમામ દશકોની આકરી મહેનત છે.


  • કરાંચીમાં જન્મ થયો હતો

    તમને જણાવી દઈએ કે લાલકડૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બરે 1927માં અવિભાજિત ભારતના કરાંચી શહેરમાં થયો હતો. દેશની વહેંચણી બાદ તેમનો પરિવાર ભારત આવી ગયો. તે ભાજપના સંસ્થાપક સભ્ય છે અને તેણે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સાથે મળીને ભાજપની સ્થાપના કરી હતી. અટલ બિહારી વાજપેયીનુ ગયા વર્ષે નિધન થઈ ગયુ. તમને જણાવી દઈએ કે લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે રથયાત્રા કાઢી હતી. તેમણે ભાજપને બે સીટોથી દેશની મુખ્ય પાર્ટી તરીકે લાવીને ઉભી કરવા માટે ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પાંચ વાર લોકસભા સભ્ય રહેલા લાલકૃષ્ણ અડવાણીએ આ વખતે લોકસભા ચૂંટણી નહોતી લડી. તેમણે 2014માં ભાજપના માર્ગદર્શક મંડળનો હિસ્સો બનાવવામાં આવ્યા હતા. તે ગયા ઘણા વર્ષોથી સક્રિય રાજકારણમાં નથી.


  • અમિત શાહે આપી શુભકામનાઓ

    ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભકામનાઓ આપી. તેમણે ટ્વિટ કરીને લખ્યુ, 'અડવાણીજીનુ આખુ જીવન રાષ્ટ્રના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત છે. પોતાની અદભૂત નેતૃત્વ ક્ષમતાથી તેમણે માત્ર પાર્ટીનો જ મજબૂત પાયો નથી રાખ્યો પરંતુ લાખો કાર્યકર્તાઓને પણ પ્રેરિત કર્યા. સરકારમાં રહીને અડવાણીજીએ રાષ્ટ્રહિત સર્વોપરિ માનીને ભારતને નવી ગતિ આપવાનુ કામ કર્યુ. પોતાના અથાગ પરિશ્રમ અને સંગઠન કુશળતાથી ભાજપને એક રાષ્ટ્રીય પાર્ટીનુ સ્વરુપ આપાર આપણા સૌના આદરણીય અને ભારતના પૂર્વ ઉપ પ્રધાનમંત્રી શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર આપને સ્વસ્થ જીવન તેમજ દીર્ઘાયુ આપે તેવી કામના કરુ છુ.'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસ પર તેમને ટ્વીટ કરીને શુભકામનાઓ પાઠવી. પીએમ મોદીએ અડવાણીને ભારતના સૌથી સમ્માનિત નેતાઓમાંના એક ગણાવીને તેમને વિદ્વાન રાજનેતા ગણાવ્યા. પીએમે લખ્યુ કે દેશના નાગરિકોને મજબૂત કરવા માટે લાલકૃષ્ણ અડવાણીજીના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. હું તેમના જન્મદિવસ પર શુભકામના પાઠવુ છુ અને પ્રાર્થના કરુ છુ કે તે સ્વસ્થ અને દીર્ઘાયુ થાય. આ પ્રસંગે પીએમ મોદીએ અડવાણીને તેમના ઘરે જઈને શુભકામના પાઠવી.

આ પણ વાંચોઃ મને ભગવા રંગમાં રંગવાની કોશિશ, જાળમાં નહિ ફસાઉઃ રજનીકાંતનો ભાજપ પર આરોપ