Back
Home » ટોપ
મધ્ય જૂનથી શરૂ થઈ શકે છે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોઃ ઉડ્ડયન મંત્રીનુ મોટુ નિવેદન
Oneindia | 23rd May, 2020 06:11 PM

25 મેથી ઘરેલુ ઉડાનોની શરૂઆત કરવાની ઘોષણા બાદ હવે કેન્દ્ર સરકાર ઈન્ટરનેશનલ ઉડાનોને પણ શરૂ કરવા પર વિચાર કરી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ શનિવારે કહ્યુ કે જૂન મધ્ય અથવા જુલાઈના પહેલા સપ્તાહમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને શરૂ કરી દેવામાં આવશે. આ દરમિયાન તેમણે કહ્યુ કે આરોગ્ય સેતુ એપ પર ગ્રીન સ્ટેટસ બતાવનાર હવાઈ યાત્રીઓને ક્વૉરંટાઈન કરવાની જરૂર નથી.

ફેસબુક લાઈવ દરમિયાન હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે મને પૂરી આશા છે કે ઓગસ્ટ કે સપ્ટેમ્બર પહેલા આપણે પૂર્ણ રીતે નહિ પરંતુ સારી એવી સખ્યામાં આંતરરાષ્ટ્રીય ઉડાનોના પરિચાલનને ફરીથી શરૂ કરવાની કોશિશ કરીશુ. તેમણે કહ્યુ કે હું હાલમાં આંતરરાષ્ટ્રીય ઉડાનોને ફરીથી શરૂ કરવાની કોઈ ચોક્કસ તારીખ નથી જણાવી શકતો પરંતુ જો કોઈ વ્યક્તિ કહે છે કે શું તે ઓગસ્ટકે સપ્ટેમ્બર સુધી હોઈ શકે છે, તો મારો જવાબ હશે કે એ પહેલા કેમ નહિ અને આ સ્થિતિ પર નિર્ભર કરે છે.

હરદીપ પુરીએ કહ્યુ કે જો વાયરસની ગતિ ઓછી થઈ તો આપણે તેની સાથે રહેવાની આદત પાડી દેવી જોઈએ. આપણે કોશિશ કરીશુ કે જૂનના મધ્ય અથવા જુલાઈના પહેલા સપ્તાહમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરી દઈએ. આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરવા માટે એરપોર્ટ ઑથોરિટી તેમજ એરલાઈન્સ કંપનીઓ સંપૂર્ણપણે તૈયાર છે. પુરીએ જણાવ્યુ કે 25મેતી 33 ટકા ઘરેલુ ઉડાનો શરૂ થઈ રહી છે. અત્યારે જે આંકડા આવ્યા છે તે મુજબ બુકિંગના પહેલા દિવસે ઘણા લોકોએ ટિકિટ લીધી છે. ફ્લાઈટની સેવાની ડિમાન્ડ ઘણી છે.

ઉડ્ડયન મંત્રીએ કહ્યુ કે ઘરેલુ ઉડાન માટે ડિટેલ અને એસઓપી જારી કરી દેવામાં આવ્યુ છે એરપોર્ટ પર 2 કલાક પહેલા આવવાનુ રહેશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગ ફરજિયાત છે. સેલ્ફ ડિક્લેરેશન આપવાનુ રહેશે કે તેમાં કોઈ લક્ષણ નથી, ત્યારે જ બોર્ડિંગ પાસ મળશે. ઘરેલુ ઉડાનોમાં જમવાનુ અત્યારે નહિ મળે. માત્ર પાણી મળશે.

લદ્દાખમાં આજે મનાવાઈ ઈદ, જાણો બાકીના દેશમાં ક્યારે મનાવાશે ઈદ